VIEW HYMN

Hymn No. 741 | Date: 13-Feb-1999
Text Size
હૈયામાં હલોર મારે તારા પ્યાર ની તરંગો
હૈયામાં હલોર મારે તારા પ્યાર ની તરંગો
પગ મારું થિરકે છે તારા ગીતો ની મસ્તીમાં
જીવતે જીવ પહોંચી ગયો છું આનંદ ના સાગરમાં
ઉમંગો ની વરસાદ થઈ રહે છે તારા નિગાહોથી
ભાન મારી જઈ તો રહ્યું તારી યાદ ની પાછળ
ક્યાં હતો ક્યાં પહોંચી ગયો છું તારી પાછળ
મુર્ઝાઈ ગયો છું તારામાં, તારા સિવાય કોઈને જોઈ ના શકું
આજ કાલનું ભેદ મટી ગયો છે તારી વાતોમાં
જે થશે કાલે તે આજ થઈ જવા દે, મને તારામાં ગુમ થઈ જવા દે ।


- ડો.સંતોષ સિંહ