VIEW HYMN

Hymn No. 754 | Date: 15-Feb-1999
Text Size
રહેવું રહેવાતું નથી, જીવનમાં બે દિવસ થી તારા સંગ પામી ગયું,
રહેવું રહેવાતું નથી, જીવનમાં બે દિવસ થી તારા સંગ પામી ગયું,
હૈયું મારું રહેતું નથી, માંગી લઈએ તારી પાસે જે, બે દિવસથી તને જોઈ ગયું.
ઇશ્કમાં જો હું તારા પડી ગયો, હૈયા ને કોઈનો લાગ લાગતો નથી ,
તારાથી તારો સાથ માંગુ છું, હવે કોઈનો સાથ મને જોઈતો નથી.
ક્યાંરે પરવાહ નથી, જ્યારથી મુંઝાઉ છું તારા પ્યારમાં,
તલાશ કરવામાં હૂઁ કઈ જાતો નથી, નજર જ્યાં ઉઠે છે ત્યાં હૂઁ તને પામું છું.
ખોટું હૂઁ કંઈ કહેતો નથી, મારા નજરો માં આવીને તુ જોઈ જા,
તારી વાત મને ખબર પડી જાય છે, આવતી હવા તારા તરફથી મને બધું કહી જાય છે.
આ તો ઇશ્ક નો જોર છે રોકી શકશે નહીં, તુ મને હૈયું તો તારા પાસે આવવા વગર રહેતું નથી,
કોઈની કહાની હૂઁ કહેતો નથી, આ તો તારા નજરો ની વાત છે.


- ડો.સંતોષ સિંહ